મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શૌર્ય અને પરંપરાને ઉજાગર કરતો ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ અને મહા-રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે, ગુરુવાર, ૦૨/૧૦/૨૦૨૫ ના રોજ વિજયાદશમી (દશેરા) ના પાવન અવસર પર શસ્ત્ર પૂજન અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
બપોરે 04:00 કલાકે આ સમારોહનો પ્રારંભ થશે. રેલીનું પ્રસ્થાન સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલથી થશે. અહીંથી રેલી આગળ વધતા વાગજીબાપુંના સ્ટેચ્યુને ફૂલહાર અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ સામાકાંઠે, ન્યુ પેલેસ પાસે આવેલા મોમાઈ માતાજીના મંદિર ખાતે પહોંચી, ત્યાં પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.
આ ભવ્ય રાજપુતાના મહારેલીમાં મોરબી જિલ્લાના તમામ રાજપૂત ક્ષત્રિય ભાઈઓને ઉત્સાહભેર જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાજ દ્વારા તમામ ભાઈઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની પરંપરાગત સંસ્કૃતિને અનુરૂપ રજવાડી પોશાકમાં, તલવાર અને સાફા સાથે રેલીમાં જોડાઈ.










