Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના ઢુંવા અને માળીયામાં વરલીનો જુગાર રમતા બે ઝબ્બે

વાંકાનેરના ઢુંવા અને માળીયામાં વરલીનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબી : મોરબી જિલ્લામાં વરલીના જુગારની બદી નાબૂદ કરવા પોલીસ નિરંતર કાર્યવાહી કરી રહી છે.જેમાં માળીયા મિયાણાના વાગડીયા ઝાપા પાસે તેમજ વાંકાનેરના ઢુંવામાં પોલીસે બે અલગ અલગ કાર્યવાહી કરી બે જુગારીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે વાગડીયા ઝાપા વિસ્તારમાં જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નિઝામ ઇકબાલભાઈ ખોડ ઉ.30 રહે. માલાણી શેરી, માળીયા વાળાને રોકડા રૂ.270 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા નજીક ગેલ ભવાની હોટલ પાસેથી આરોપી કેતનભાઈ છગનભાઇ ગાગડીયા રહે.નવાપરા, વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 450 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments