Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedહળવદમાં દશેરાનો ઉત્સાહ: ફાફડા-જલેબીની દુકાનો પર  લાંબી કતારો, પરંપરા જળવાઈ

હળવદમાં દશેરાનો ઉત્સાહ: ફાફડા-જલેબીની દુકાનો પર  લાંબી કતારો, પરંપરા જળવાઈ

મયુર રાવલ હળવદ

  વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે હળવદમાં ફાફડા-જલેબી આરોગવાની વર્ષો જૂની પરંપરા આજે પણ ઉત્સાહભેર જળવાઈ રહી છે. શહેરની ફરસાણની દુકાનો બહાર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી.
 

નવરાત્રિની રાસ-ગરબાની રમઝટ બાદ ખેલૈયાઓ સહિત હજારો લોકોએ તાજા તળેલા ફાફડા (પપૈયાના છીણ સાથે) ચોરાફળી અને જલેબીનો સ્વાદ માણ્યો હતો. કેટલાક ગ્રાહકોએ તો આગલી રાત્રે જ ઓર્ડર આપી દીધા હતા.

આ વર્ષે ફાફડાનો ભાવ ₹ ૪૦૦પ્રતિ કિલો અને જલેબીનો ભાવ ₹ ૨૦૦  પ્રતિ કિલો સુધીચોરાફળી ૩૨૦ કી.લો  હોવા છતાં, ભાવની પરવા કર્યા વગર હળવદવાસીઓએ આ મીઠા અને મસાલેદાર સંયોજન સાથે દશેરાના વિજય પર્વની ઉજવણી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments