Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની શેરી ગરબીમાં 191 દીકરીઓને લ્હાણીનું વિતરણ

મોરબીની ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની શેરી ગરબીમાં 191 દીકરીઓને લ્હાણીનું વિતરણ

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની શેરી ગરબીમાં 33 વર્ષે પણ પ્રાચીન પરંપરા મુજબ રાસ ગરબા, આરતી કરીને માતાજીની આરાધના કરવાની સંસ્કૃતિ જળવાઈ રહી હતી. ચારેકોર અર્વાચીન રસોત્સવની ધૂમ વચ્ચે આ ન્યુ હાઉસિંગ બોર્ડની શેરી ગરબીના આંગારા રાસ, ઇઢોણી રાસ સહિતના રાસો આજે પણ એટલી બધી જમાવટ કરી હતી અને નવરાત્રી મહોત્સવનું સમાપન થતા આજે ન્યુ હાઉસિંગ બોર્ડની ગરબીમાં તમામ 191 બાળાઓને લ્હાણી રૂપે કિંમતી ભેટ સોગાદ આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ગરબીના આયોજકોએ સ્થાનિક રહીશો, દીકરીઓ, વાલીઓ, રાત દિવસ જોયા વગર મહેનત કરનાર કર્યકર્તાઓનો હૃદય પૂર્વક આભાર માન્યો છે.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સમગ્ર લતાવાસીઓએ દર નવરાત્રીએ પ્રાચીન પરંપરા મુજબ માતાજીની ભક્તિ કરવા માટે વર્ષ 1993માં શેરી ગરીબીની શરૂઆત કરી હતી. ત્યારથી માંડીને આજદિન એટલે આ વર્ષે નવરાત્રીને 33 વર્ષ થવા છતાં આ ગરબીની પરંપરામાં જરાય ઓટ આવી નથી. આ વિસ્તારના લોકો આજે ભલે મોર્ડન અને હાઈટેક બન્યા હોવા છતાં તેમના મનમાં માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવાથી ગરબાની આડમાં તેમને ક્યારેય સપનામાં પણ ફિલ્મી ગીતો રજૂ કરવાનો ખ્યાલ આવ્યો નથી. એટલે પરંપરાગત રીતે માતાજીના ગુણગાન ગાતા ગરબા જ રજૂ કરાયા હતા અને આ ગરબીમાં પાંચ વર્ષથી માંડીને 22 વર્ષ સુધીની દિકરીઓએ ભક્તિભાવથી રાસ ગરબે રમીને જગદંબાની આરાધના કરી હતી. આ ગરબીમાં 191થી વધુ બાળાઓ ભાગ લઈ રહી છે અને 40થી વધુ કાર્યકર્તાઓની ટીમ ગરબીની પરંપરા જાળવવા સખત મહેનત કરી હતી. અહીંના રાસો સંપૂર્ણ પરંપરાગત અને જીવંત અભિનય સાથે રજૂ થયા હતા.

મોરબીની વાણીયારી, સળગતી ઈઢોંણી, તલવાર રાસ, મોગલ માંનો રાસ, સાઢણી રાસ અને સૌથી આકર્ષક અંગારા રાસ જેવી રજૂઆતો દિકરીઓએ રિયલ એટલે જીવંત રીતે કરી હતી. નવરાત્રિ પૂર્ણ થતા આજે 191 દિકરીઓને આયોજકો દ્રારા લ્હાણી વિતરણ કરવામાં આવી હતી અને માતાજીની ભક્તિના આ પર્વને શાનદાર રીતે ઉજવવા બદલ યોગ્ય સાથ સહકાર આપનાર દરેક કાર્યકર્તા, સ્થાનિક રહીશો,વાલીઓનો આયોજકોએ ખૂબ ખૂબ આભાર માન્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments