Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંકુશમાં :રેન્જ આઈજી અશોકકુમાર

મોરબીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંકુશમાં :રેન્જ આઈજી અશોકકુમાર

રેન્જ આઈજીએ વાર્ષિક ઈન્સ્પેકશન અન્વયે મોરબી જીલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરી

મોરબી : રેન્જ આઈજીએ આજે મોરબી આવીને વાર્ષિક ઈન્સ્પેકશન અન્વયે જીલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરી હતી. આ તકે તેઓએ જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંકુશમાં હોવાનું જણાવીને ક્રાઇમમાં ઘટાડો આવ્યો હોવાનું કહ્યું હતું.

રેન્જ આઈજી અશોકકુમારે જણાવ્યું જે મોરબી જીલ્લામાં આજે વાર્ષીક ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રાઈમનો રિવ્યુ કર્યો હતો. અહીં કાયદો અને વ્યવસ્થા સારી સ્થિતિમાં છે. મોટા ક્રાઈમમાં ઘટાડો થયો છે. તમામ ગેંગો છે તે કંટ્રોલમાં છે. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જે સ્કીમો ચાલે છે. તેનો પણ રિવ્યુ કરવામાં આવ્યો હતો.

તેઓએ ઉમેર્યું કે ક્રાઇમની પરિસ્થિતિ કંટ્રોલમાં છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓએ મહેનત કરી છે તેમને અભિનંદન આપું છું. નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પબ્લિકનો પણ સહકાર સારો છે. ઉદ્યોગકારોના એસોસિએશન સાથે મિટિંગ કરી છે. તેઓની ધંધાકીય તકલીફો જેવી જે લેબર વેરીફીકેશન, SITની અરજી અંગેની રજૂઆતો સાંભળી છે.

SITની કામગીરી ખૂબ સારી થઈ છે. અમુક કિસ્સામાં SITના નામથી જ પૈસા નીકળી જાય છે. રૂ.9 કરોડના રિકવર કરવામાં આવ્યા છે. 3 વર્ષમાં 39 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. વધુમાં રેન્જ આઈજીએ જણાવ્યું કે ટ્રાફિક નિવારણ માટે અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા છે. કોર્પોરેશન સાથે મિટિંગ કરી દબાણો દૂર કરવા, અમુક ટેકનીકલ મુદ્દાઓ છે તે અંગે સ્ટડી કરી ટ્રાફિક હળવો કરવાના પ્રયાસ કરાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments