Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવી ટીંબડી પાસે ટ્રકે બાઇકને પાછળથી ઠોકર મારતા યુવાનનું મોત

મોરબીના નવી ટીંબડી પાસે ટ્રકે બાઇકને પાછળથી ઠોકર મારતા યુવાનનું મોત

મોરબી : મોરબી- માળીયા હાઈવે ઉપર નવી ટીંબડી ગામ પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને પાછળથી ઠોકર મારતા બાઇકમાં બેઠેલા એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી.

મોરબી – માળીયા હાઇવે ઉપર ગત તા.1 ઓક્ટોબરના રોજ બપોરના સમયે જીજે – 13 – એડબ્લ્યુ – 9988 નંબરના ટ્રક ચાલકે જીજે – 03 – સીએન – 9759 નંબરના બાઇકને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક એવા ફરિયાદી અલ્તાફભાઈ ગફુરભાઈ મોવર ઉ.24 રહે.કાજેડા તા.માળીયા મિયાણા વાળાને ઇજાઓ પહોચી હતી.જ્યારે બાઈક પાછળ બેઠેલા મોસીન ઇસ્માઇલભાઈ મોવરને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments