Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાના ધુનડા (સજનપર)માં ચોરાઉ સ્કૂટર સાથે કિશોર ઝબ્બે

ટંકારાના ધુનડા (સજનપર)માં ચોરાઉ સ્કૂટર સાથે કિશોર ઝબ્બે

ટંકારા : ટંકારા પોલીસે ધુનડા (સજનપર) ગામમાંથી એક્ટિવા ચોરીના બનાવમાં સંડોવાયેલા એક બાળ કિશોરને ગણતરીના દિવસોમાં પકડી પાડી, ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે, એક બાળ કિશોર નંબર પ્લેટ વગરનું એક્ટિવા લઈને મોરબીથી ટંકારા તરફ જઈ રહ્યો છે. જે દરમિયાન, આશરે ૧૬ વર્ષની વયના એક બાળ કિશોરને નંબર પ્લેટ વગરના ગ્રે કલરના એક્ટિવા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ એક્ટિવા (કિં. આશરે રૂ. ૪૫,૦૦૦/-) મોરબીના શક્ત શનાળાના પન્નાબેન જયંતીભાઇ કાવરનું છે અને તા. ૨૯/૦૮/૨૦૨૫ના રોજ સાંજે ૬ થી ૬:૩૦ વાગ્યાની આસપાસ ધુનડા ગામના તળાવ પાસેના રોડ પરથી ચોરાયું હોવાની ફરિયાદ નોંધાયેલી છે. પકડાયેલા બાળ કિશોરે ચોરીની કબૂલાત કરતા, પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments