હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાં નારાયણભાઈ શંકરભાઇ દલવાડીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના અત્રોલી ગામના વતની સબીરભાઈ ઉર્ફે સમીર દુરસિંગભાઈ નાયક ઉ.27 નામના યુવકને ગત તા.16 સપ્ટેમ્બરના રોજ જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી ઝઘડો થતા મનમાં લાગી આવતા ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલ નાગરભાઈ પોપટભાઈની વાડીએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પત્ની જારલીબેને પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










