મોરબી : આગામી તારીખ 6 ઓક્ટોબરને સોમવારે શરદ પૂર્ણિમા નિમિત્તે પર પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવ સોમવારે રાત્રે 9 કલાકે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે.
આ પ્રસંગે મોરબી સમસ્ત બ્રહ્મ પરિવારો તેમજ જ્ઞાતિ આગેવાનો, વડીલો તેમજ બાળાઓ સાથે ઉપસ્થિત રહી શરદપૂર્ણિમાના આ પાવન પર્વને રાસોત્સવના રંગે રગાવાનું અનુરોધ કરવામાં આવ્યો છે. શ્રી પરશુરામ યુવા ગૃપ-મોરબીના પ્રમુખ ઉદયભાઈ જોષી, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, હર્ષભાઈ વ્યાસ તેમજ વિજયભાઈ રાવલ સહિત સમગ્ર ટીમ દ્વારા બ્રહ્મ સમાજના તમામ પરિવારોને આ ભવ્ય રાસોત્સવની શોભા વધારવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.











