મોરબી : માળિયા-મિયાણા તાલુકાનું રાજકીય કિન્નાખોરીથી થતું વિભાજ અને તાલુકો નાબુદ કરવાનું ષડયંત્ર અટકાવવા માળિયા (મિયાણા) શહેર આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું છે કે, માળિયા-મિયાણા તાલુકાનું વિભાજન કરીને અન્ય બે તાલુકા બનાવવામાં આવશે અને માળિયા-મિયાણા તાલુકાને માત્ર 4-5 ગામડાઓથી જ સિમિત રાખવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ ગામડાના લોકો પણ આ વાતથી અસહમત છે. તેઓને પરાણે નવા તાલુકાઓમાં સમાવવાની કુટનીતિ ચાલી રહી છે. મોરબી જિલ્લાનું છેવાડાનું અને અનેક બાબતોમાં વિકસિત અને સગવડો ધરાવતું ગામ-આમરણ(ચોવીસી)જે વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટીએ તાલુકા માટે યોગ્ય સેન્ટર હોય તો તેને તાલુકાનો કેમ દરજ્જો મળતો નથી અને જો પીપળીયાની જગ્યાએ આમરણને નવા તાલુકા તરીકે જાહેર કરવામાં આવે તો મોરબી તાલુકા, માળિયા-મિયાણા તાલુકો અને જોડિયા તાલુકોના દુર દુર સુધીના અનેક ગામોના લોકોને સુખાકારી અને ફાયદો થાય તેમ છે. આમ માળિયા મિયાણા તાલુકાનું વિભાજન કરવું યોગ્ય ન હોય તેથી તેને યથાવત રાખી યોગ્ય વિકાસના પંથે લઇ જવામાં આવે અને નવા તાલુકાઓના ઉદ્ભવની બાબત સ્થગિત કરવામાં આવે એવી તમામ શહેરીજનો તથા તાલુકાના અસહમત ગામડાઓ છે. જો આમ કરવામાં નહીં આવે તો તાલુકાના તમામ લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે અને નામદાર કોર્ટમાં જવાની પણ તૈયારી આમ આદમી પાર્ટીએ દર્શાવી છે.











