Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તાલુકા કક્ષાનો સંઘ શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવ ઉજવાયો

હળવદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તાલુકા કક્ષાનો સંઘ શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવ ઉજવાયો

મયુર રાવલ હળવદ

હળવદ : પથસંચલન, શસ્ત્ર પૂજન અને જાહેર ઉદબોધન કાર્યક્રમ
વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ઉદેશ્ય સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે હળવદ રાજોધરજી હાઇસ્કુલ ખાતે શસ્ત્ર પૂજન, પથ સંચલન અને જાહેર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ૫ મી ઓક્ટોબર ૨૦૨૫ ને રવિવારના રોજ બપોરના 4.30 વાગ્યા થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મુખ્ય અતિથિ તરીકે પરમ પૂજ્ય મંત્રપ્રકાશ સ્વામી હરિકૃષ્ણ ધામ રણજિત ગઢ, મુખ્ય વક્તા તરીકે તુકારામભાઈ અંણદરીયા મહાવિદ્યાલય પ્રમુખ સુરેન્દ્રનગર વિભાગ રાષ્ટ્રીય સ્વયં સંઘ જવાબદારીનું વહન કરે છે જેઓની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં હળવદ તાલુકાના તમામ ગામોમાંથી સ્વયંસેવકો ,પ્રજાજનો, સાધુ સંતો અને મોટી સંખ્યામાં શહેરીજનો‌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ઊજળો બનાવ્યો હતો. પથસંચલનમાં ગ્રામજનોએ સ્વયંભૂ સ્વયંસેવકો પર પુષ્પવર્ષા કરી હતી. મુખ્ય વક્તા તુકારામભાઈ અણદરીયા દ્વારા સંઘ ની ઈ.સ.૧૯૨૫ ને દશેરાના દિવસે સ્થાપનાથી લઈ ૧૦૦ વર્ષમાં કરેલા અવિરત કાર્યોની ઝાંખી કરાવી હતી. હિન્દુ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા કાજે વીરોનાં બલિદાનોની ગાથાનું રસપાન કરાવ્યું હતું. દેશમાં આપદાની સ્થિતિમાં કરેલ સેવાકાર્યો ઝાંખી કરાવી. આખા વર્ષ દરમ્યાન કરવામાં આવનાર પંચ પરિવર્તન કાર્યક્રમો જેવા કે કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી, સામાજિક સમરસતા, અને નાગરિક કર્તવ્યની વાતો કરી હતી. આ કાર્યક્રમને ઐતિહાસિક અને સફળ બનાવવા રાષ્ટ્રીય સ્વયંમ સંધ હળવદ તાલુકાના યુવાનો, સ્વયંસેવકો અને પ્રશાસને ખૂબ જ જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશ અને દુનિયાભરમાં સંઘ શતાબ્દી વર્ષ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ રાજોધરજી હાઇસ્કુલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments