મોરબી : મોરબીના પરશુરામધામ ખાતે સમસ્ત મોચી સમાજ મોરબીના ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી લાલા બાપા અને સંત જાગાસ્વામી જયંતિ અને શરદપુનમ નિમિત્તે સમસ્ત મોચી સમાજ માટે પંકજભાઇ સુરેશભાઈ ચૌહાણ, પ્રમુખ લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ અને તેમના ટ્રસ્ટીગણ,કારોબારી તથા જ્ઞાતિ ના દાતાઓ ના સાથ સહકાર થકી સમસ્ત મોચી સમાજ મોરબી માટે નિઃશુલ્ક રાસોત્સવનું ધામધૂમથી સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.











