મોરબી : આજના અતિઆધુનિક યુગની બદલાતી લાઇફ-સ્ટાઇલ અને અનિયમિત ખાન-પાનને કારણે યુવાવસ્થામાં જ લોકો આળસ, તણાવ અને અનિંદ્રા જેવી સમસ્યાઓથી ઘેરાઈને રોગોનું ઘર બની રહ્યા છે. આ પરિસ્થિતિમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ વધારવા માટે ઋષિ-મુનિઓ દ્વારા વારસામાં મળેલ યોગનું મહત્ત્વ અનમોલ છે. આ જ હેતુસર ઋષિ ભૂમિ ટંકારાના આંગણે તારીખ ૧૩, ૧૪ અને ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ સવારે ૬ થી ૮ દરમિયાન ખજુરા રિસોર્ટ, રાજકોટ-મોરબી હાઇવે, ટંકારા ખાતે ભવ્ય નિ:શુલ્ક યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોગોત્સવમાં વિશેષ રૂપે દેવભૂમિ હરિદ્વારથી પૂજ્યા સાધ્વી દેવાદિતીજી પધારશે. આ સાથે મોરબી જિલ્લા અને ટંકારાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. યોગ ટીમ ટંકારા દ્વારા મોરબી જિલ્લાની તમામ જનતાને આ સંપૂર્ણ નિ:શુલ્ક કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. નામ નોંધણી માટે ઈચ્છુક લોકો ૯૫૫૮૯૨૬૧૮૦ અથવા ૯૬૮૭૪૪૨૭૩૫ પર સંપર્ક કરી શકે છે. રજિસ્ટ્રેશન લિંક દ્વારા અથવા સ્થળ પર પણ કરાવી શકાય છે. ટંકારા સમસ્ત ગામજનો અને યોગ ટીમ ટંકારા દ્વારા સૌને આ યોગોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવાયું છે.











