મોરબી : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપરથી બાઈક ઉપર કચ્છ તરફ જઈ રહેલા બચુભાઇ હમીરભાઈ ભૂત ઉ.48 રહે. બાદલપર તા. રાપર કચ્છ નામના આધેડને ગત તા.15 જુલાઈના રોજ મોરબી તાલુકાના આમરણ પાસે જીજે – 37 – એમ – 3680 નંબરની મહિન્દ્રા થાર કંપનીના કાર ચાલકે હડફેટે લઈ ટક્કર મારી અકસ્માત સર્જતાં બચુભાઇને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જી થાર ગાડીનો ચાલક નાસી જતા ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










