મોરબી : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે તા. 7-10-2025 ને મંગળવારના રોજ મહર્ષિ વાલ્મીકિ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ તકે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિ ભાઇ રાજકોટીયા, ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, કિસાન મોરચાના પ્રમુખ ગણપતસિંહ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મળભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, મોરબી તાલુકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ વસાદળીયા, અ.જા. મોરચાના મહામંત્રી બળવંતભાઇ સનારિયા, પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઇ સોલંકી, પૂર્વ કાઉન્સિલર મનુભાઇ સારેસા, અનુસૂચિત જનજાતિ પ્રમુખ નવઘણભાઇ ભીલ, પૂર્વ બક્ષીપંચ મોરચા ઉપ પ્રમુખ હરિભાઇ રાતડીયા સહિત અ.જા. મોરચાના હોદ્દેદારો તથા આગેવાનો સહિત જિલ્લા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી મહર્ષિ વાલ્મીકિને પુષ્પાંજલિ અર્પણ કરી. આ તકે મોરબી જિલ્લા ભાજપ અ.જા. મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો.














