મોરબી: અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સભ્ય અને સંગીત ક્ષેત્રે મોરબીનું ગૌરવ એવા સિંગર અવની પ્રકાશભારતી ગોસ્વામીએ “India’s Greatest Talent Show” (સીઝન-7)ના ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી મોરબીનું ગૌરવ વધાર્યું છે. ગત 2 એપ્રિલે મોરબી ખાતે યોજાયેલા ઓડિશનમાં અવનીએ પોતાની અનોખી ગાયકીથી જજોને મંત્રમુગ્ધ કર્યા હતા. હવે તેઓ આવતા જુલાઈમાં રાજસ્થાનના જયપુર ખાતે યોજાનાર ફાઈનલ રાઉન્ડમાં પોતાની પ્રતિભા રજૂ કરશે. આ પ્રખ્યાત રિયાલિટી શો ટીવી ચેનલ પર લાઈવ પ્રસારિત થવાનો છે, જેને દેશભરના દર્શકો નિહાળી શકશે. અવની ગોસ્વામી માત્ર 13 વર્ષની ઉંમરથી સ્ટેજ શો કરે છે અને સંગીત ક્ષેત્રે મોરબીનું નામ ઉજ્જવળ કરી રહી છે. મોરબીવાસીઓ તેમજ સંગીતપ્રેમીઓએ તેમને ફાઈનલમાં જીતાડવા માટે YouTube પર “Agrawal Production House” ચેનલને સબ્સક્રાઇબ અને લાઈક કરી, કોમેન્ટમાં “Avani Goswami 24” લખી સમર્થન આપવાનું અનુરોધ કરવામાં આવ્યું છે.











