મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના 100 વર્ષ પૂર્ણ થવા નિમિતે સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે જેમાં વિજયાદશમી નિમિતે મોરબી તાલુકા નો વિજયાદશમી નો ઉત્સવ તારીખ:- 05/10/2025 ના રોજ ઘુટુ ગામે યોજવામાં આવ્યો હતો.
મોરબી તાલુકા ના પીપળી ગામે આવેલ હરિહર આશ્રમ ના મહંતશ્રી શરદ મુનિ ના આશીર્વચન મળ્યા, સાથે સાથે સંઘ ના 3 એકમ મોરબી તાલુકો, માળીયા તાલુકો, મોરબી નગર ના પ્રચારક શ્રી. ભરતભાઇ રબારી નું બૌદ્ધિક હતું. સાથે અધિકારી માં મોરબી તાલુકા ના કાર્યવાહ શ્રી.અશોકભાઈ કાસુન્દ્રા ઉપસ્થિત હતા. સાથે સાથે પૂર્ણ ગણવેશ માં તરૂણ બાલ મળી ને કુલ 93 લોકો એ ઘોષ સાથે ઘુટુ ગામ માં સંચલન કાઢ્યું. કાર્યક્રમ માં અન્ય પ્રત્યાક્ષિત માં દંડયોગ અને નિયુદ્ધ નું પણ પ્રત્યાક્ષિત રહ્યું.વધુ વાત કરતા બૌદ્ધિક માં સંઘ ની 100 વર્ષ ની ગાથા અને એમાં આવેલ પડકારો અને પડકારો નો સામનો કેમ કરવો અને હવે ના સમય માં સંઘ કાર્ય કેમ કરવું એ વિષય પર બૌદ્ધિક રહ્યું.















