મોરબી : મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે આવેલ શિવકૃપા આઇમાતા હોટલના મેદાનમાં ડીડી – 01 – ટી – 9986 નંબરના ટેન્કર ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ટેન્કર ચલાવી હોટલના મેદાનમાં ચાલીને જતા ગુણેશભાઈ ઉર્ફે ગણેશભાઈ સોનારામ દેવાસીને હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગણેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભાઈ ઓમપ્રકાશ દેવાસી રહે.મંડીયા જી.પાલી, રાજસ્થાન વાળાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










