Monday, April 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદિવાળીના તહેવારો અનુલક્ષીને હળવદ પોલીસ દ્વારા શહેરના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ

દિવાળીના તહેવારો અનુલક્ષીને હળવદ પોલીસ દ્વારા શહેરના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ

મયુર રાવલ હળવદ

શહેરમાં શાંતિપૂર્ણ મહોલમાં તહેવાર યોજાઈ કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટે ફુટ પેટ્રોલીંગ

હાલમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હળવદ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવાર યોજાઈ તે માટે હળવદ પીઆઇ આર ટી વ્યાસ, પીઆઇ ડી વી કાનાણી તથા સ્ટાફ દ્વારા લક્ષ્મીનારાયણ ચોકથી મેન બજાર થી બસ સ્ટેન્ડ સુધી ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

હળવદ પોલીસ દ્વારા “જાગૃત બનો સુરક્ષિત રહો”દિવાળીના તહેવાર સંબંધિત જાહેર જનતા જોગ સંદેશ આપવામાં આવ્યો હતો.હળવદ ટાઉન તેમજ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને જણાવ્યું હતું કે પોતાનું ઘર બંધ રાખીને વતનમાં કે ફરવા જાવ તો ઘરે રોકડ રકમ કે સોના ચાંદીનાં દાગીના રાખવા નહીં,દુકાન, કારખાનાં તથા ગોડાઉનની ઓફીસમાં પણ રોકડ રકમ કે સોના ચાંદીના દાગીના જેવી કિંમતી વસ્તુ નહીં રાખવા સુચના આપવામાં આવી હતી. સોસાયટી વિસ્તારમાંના CCTV કેમેરા ચાલુ હાલતમા રાખવા તેમજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના CCTV કેમેરા પણ ચાલુ હાલતમા રાખવા તેમજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના CCTV કેમેરા પણ ચાલુ હાલતમાં રાખીને સમયાંતરે ચેક કરતાં કરતાં રહેવું તેમજ રાઉન્ડ ધ કલોક સીકયુરીટીની યોગ્ય વ્યવસ્થા કરવા સુચના આપી હતી,તહેવારો દરમ્યાન પોતાનું રહેણાંક મકાન લાંબા સમય સુધી બંધ રહેવાનું હોય તો તેની નોંધ પોલીસ સ્ટેશન ખાતે કરાવવા જણાવ્યું હતું.

શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર યોજાઈ તે માટે હળવદ પી આઈ આર ટી વ્યાસ તથા સ્ટાફ દ્વારા ફુટ પેટ્રોલીંગ શહેરમાં યોજવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments