Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વાઘપર ગામે મકાનમાં ધમધમતુ જુગરધામ ઝડપાયું, 12ની ધરપકડ

મોરબીના વાઘપર ગામે મકાનમાં ધમધમતુ જુગરધામ ઝડપાયું, 12ની ધરપકડ

મોરબી : મોરબી તાલુકાના વાઘપર ગામે રહેણાંકમાં જુગાર કલબ શરૂ થઈ હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા 12 જુગારીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 78,300 કબ્જે કરી જુગારધાર અન્વયે કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, વાઘપર ગામે રહેતા આરોપી ભરતભાઇ ઉર્ફે દાઉદભાઈ રામજીભાઈ પટેલ પોતાના રહેણાંકમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. આ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી ભરતભાઇ ઉર્ફે દાઉદ રામજીભાઇ પટેલ, સંજયભાઇ કેશુભાઇ પટેલ, બચુભાઇ જીવરાજભાઇ પટેલ, મનસુખભાઇ ચતુરભાઇ પટેલ, વિનોદભાઇ બચુભાઇ પટેલ, અરવિંદભાઇ ધનજીભાઇ સુરાણી, ભરતભાઇ ગાંડુભાઇ પટેલ, રમેશભાઇ વાલજીભાઇ પટેલ, ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા, ગોપાલભાઇ મનજીભાઇ પટેલ, જેશંગભાઇ જશાભાઇ રાઠોડ અને જયસુખભાઇ મોહનભાઇ પટેલ તીનપતિનો જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 78,300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments