Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમના લાભાર્થે અવધ સોસાયટીમાં નાટક ભજવાશે

મોરબીના વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમના લાભાર્થે અવધ સોસાયટીમાં નાટક ભજવાશે

મોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને નવરાત્રિથી દિવાળી દરમિયાન ગૌસેવા માટે ઐતિહાસિક નાટકો ભજવવાના આયોજનો વચ્ચે મોરબીની નાની કેનાલ રોડ ઉપર આવેલ સમસ્ત અવધ 4 સોસાયટી દ્વારા અનુકરણીય પહેલ કરવામાં આવી છે. જેમાં બીજી બધી જગ્યાએ ગૌસેવા માટે ઐતિહાસિક નાટકો યોજાતા હોય ત્યારે પહેલીવાર સમસ્ત અવધ 4 સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમની સેવા માટે આગામી 18 ઓક્ટોબરે રાત્રે 9-30 કલાકે રામજી મંદિર, અવધ 4 સોસાયટી, નાની કેનાલ રોડ મોરબી ખાતે મહાન ઐતિહાસિક નાટક ગરીબનો બેલી યાને સમ્રાટ હર્ષ તેમજ માલી મતવાલી નામનું હાસ્ય કોમિક ભજવાશે. આ નાટક નિહાળવા તમામ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments