મોરબી : મોરબી તાલુકાના પાવડીયારી નજીક એક્ઝોલી સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ લેબર કોલોનીમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની ગોવિંદકુમાર રામદીન ગૌતમ ઉ.18 નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર મોરબી શહેરમાં આવેલ તાલુકા શાળા નંબર 1મા વૃક્ષની ડાળીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










