ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામે હસમુખભાઈ બારૈયાની વાડીએ રહેતા અને ભાગમાં વાડી વાવતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની ચંદુભાઈ ભોદરભાઈ ધાણુંકની ત્રણ વર્ષની પુત્રી રેખા ગત તા.9ના રોજ સાંજના સમયે વાડીના શેઢા પાસે રમતા રમતા તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










