Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયામાં દિવાળીના અવસરે પ્યાસીઓ સુધી પહોંચે એ પહેલાં દારૂ - બિયર ભરેલું...

માળીયામાં દિવાળીના અવસરે પ્યાસીઓ સુધી પહોંચે એ પહેલાં દારૂ – બિયર ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું

પતરા અને તાલપત્રીની આડમાં દારૂ – બિયર ઘુસાડવાના કારાસ્તાનનો પર્દાફાશ હેરફેર કરતા, એક ઝડપાયો, અન્ય એક ફરાર

મોરબી : દિવાળીના તહેવાર ઉપર દારૂ – બિયરની રેલમછેલ કરવા બુટલગરો અવનવા કિમીયા અજમાવી દારૂ ઘુસાડવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે દારૂ હેરફેરના નવતર કિસ્સામાં મોરબી એલસીબીએ માળીયા મિયાણા નજીક પતરા અને તાલપત્રીની આડમાં વિદેશી દારૂ – બિયરનો જંગી જથ્થો ઝડપી લઈ એકની ધરપકડ કરી હતી. સાથે જ દારૂનો આ જથ્થો મોકલનાર હળવદના દેવળીયા ગામના શખ્સનું નામ પણ ખોલાવ્યું હતું.

મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે હળવદ – માળીયા રોડ ઉપર વિદેશી દારૂ – બિયર ભરીને એક ડમ્પર પસાર થનાર છે. જે બાતમીને આધારે ભીમસર ચોકડી નજીક વોચ ગોઠવતા જીજે – 36 – વી – 5006 નંબરનું ડમ્પર અટકાવી તલાશી લેતા આરોપી ચુનીલાલ અમેદારામ હુડા ઉ.37 રહે.બાડમેર રાજસ્થાન વાળાના કબજા વાળા ડમ્પરમાં તાલપત્રી અને પતરાની આડમાં છુપાવેલ વિદેશી દારૂ – બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

દરોડા દરમિયાન મોરબી એલસીબી ટીમે 8 pm બ્રાન્ડ વિદેશી દારૂની 180 મીલી માપની 4320 ચપલા બોટલ કિંમત રૂપિયા 5,64,960, અલગ અલગ બ્રાન્ડના બિયરના ટીન નંગ 2568 એમ 5,64,960 લાખનો દારૂ બિયર, એક ડમ્પર કિંમત રૂપિયા 15 લાખ તેમજ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10 હજાર મળી કુલ રૂપિયા 25,93,360નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી ચુનીલાલની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂનો આ જથ્થો હળવદના દેવળીયા ગામે રહેતા આરોપી વિજય જેન્તીભાઈ પટેલે મોકલ્યો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments