મોરબી : સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તારીખ 29 ઓક્ટોબરને બુધવારના રોજ મોરબીમાં ભવ્યાતિભવ્ય શ્રી જલારામ બાપાની શોભાયાત્રા તેમજ દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાને લઇને મોરબીના રઘુવંશી પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ આયોજનને નિખારવા માટે જ્ઞાતિબંધુઓની સાથે ચર્ચા ગોષ્ટીરૂપે મોરબી રઘુવંશી સમાજની મહત્વ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મિટિંગ તારીખ 14મી ઓક્ટોબરને મંગળવાર ના રાત્રે 09:30 કલાકે મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે. આ મિટિંગમાં લોહાણા સમાજની તમામ સંસ્થાઓ, તમામ હોદેદારો, મહિલા સંગઠનો, સમાજ શ્રેષ્ટીઓ, વેપારી મિત્રો તેમજ કમિટી મેમ્બર્સ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિએ આમંત્રણ પાઠવ્યું છે.









