વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મિલપ્લોટ ચોકમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નરેશ પ્રેમજીભાઈ બાવળીયા રહે.ડબલ ચાલી, મિલ પ્લોટ, વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 10,090 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.








