મોરબી : મોરબીના મહેરબાન એડી.ચીફ.જયુ મેજી સાહેબની કોર્ટમાં હાથ ઉછીની રકમ પરત નહી આપતા ઘી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદના કેશનાં આરોપીને દોષીત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને ચેકની બાકી નીકળતી રકમ રૂા.૩,૧૦,૦૦૦(અંકે રૂપીયા ત્રણ લાખ દસ હજાર પુરા) ની ડબલ રકમ રૂા.૬,૨૦,૦૦૦/- ફરીયાદ તારીખથી વાર્ષીક ૯ % ના વ્યાજે વળતર પેટે ચુકવાનો તથા ન ચુકવે તો વધુ ૯૦ (નેવું) દિવસની સજાનો હુકમ ફરમાવેલ.
આ કામના આરોપીને પૈસાની જરૂરીયાત હોવાથી તેમના મિત્ર ભટ્ટ નલીનકુમાર નટવરલાલ પાસેથી હાથ ઉછીના લીધેલા ત્યારબાદ રકમ પરત માગતા આરોપી પ્રવિણભાઈ ખોડાભાઈ શેરસીયાએ લેણી રકમ ચુકવવા ચેક આપેલ જે ચેક રીટર્ન થતા આરોપી વિરુધ્ધ નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદ દાખલ થયેલ. ત્યારબાદ આરોપી વિરૂધ્ધ કેશ કાર્યવાહી ચાલતા ફરીયાદી વતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી & નોટરી નીતીનકુમાર અમૃતલાલ પંડયા તથા ધારાશાસ્ત્રી યાશિકા મનસુખભાઈ દેવમોરારી એ કેસ લડેલ અને તેમા ધારદાર દલીલ કરેલ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમકોર્ટના વિવિધ ચુકાદાઓ (જજમેન્ટ) રજુ કરેલ તે ઘ્યાને લઈ નામદાર કોર્ટએ તા.૦૬/૧૦/૨૦૨૫ ના રોજ મોરબીના મહેરબાન એડી.ચીફ.જયુ મેજી સાહેબની કોર્ટએ આરોપીને દોષીત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને ચેકની રકમ રૂા.૩,૧૦,૦૦૦(અંકે રૂપીયા ત્રણ લાખ દસ હજાર પુરા) ની ડબલ રકમ રૂા.૬,૨૦,૦૦૦/- ફરીયાદ તારીખથી વાર્ષીક ૯ % ના વ્યાજે વળતર પેટે ચુકવાનો તથા ન ચુકવે તો વધુ ૯૦ (નેવું) દિવસની સજાનો હુકમ ફરમાવેલ છે.











