Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સ્વ.કમુબેન જેસંગભાઈ મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ.કમુબેન જેસંગભાઈ મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ. કમુબેન જેસંગભાઈ મકવાણાની 36મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના પરિવારજનોએ સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. સિવિલ હોસ્પિટલ–મોરબીના સહયોગથી વાવડી રોડ પર આવેલી રામકૃપા પેટ્રોલિયમ ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 131 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહેમાન જૈન મારાજ સાહેબ પંથક મુની, તેમજ રાજકીય અગ્રણીમાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી ડો.જયંતિભાઈ ભાડેસિઆ, સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, જિલ્લા પંચાયત ચેરમેન અજયભાઈ લોરિયા તથા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

આયોજક વિક્રમભાઈ જેસંગભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, તેમના માતૃશ્રી કમુબેન મકવાણાનું સિવિલ હોસ્પિટલમાં સારવારના અભાવે મૃત્યું થયું હતું. જેથી કોઈ દર્દીને રક્તના અભાવે મુશ્કેલી ન પડે તે હેતુસર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે 131 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને માનવતાની સાચી સેવા આપી છે. તેમણે તમામ રક્તદાતા, ઉપસ્થિત મહાનુભાવો તથા સિવિલ હોસ્પિટલના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments