Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયાના વેજલપર ગામમાં પાંચ દિવસ પહેલાની ઘરફોડ ચોરીની હવે છેક ફરીયાદ નોંધાય

માળીયાના વેજલપર ગામમાં પાંચ દિવસ પહેલાની ઘરફોડ ચોરીની હવે છેક ફરીયાદ નોંધાય

પાંચેક દિવસ પહેલાની ચોરીની ઘટનાની હવે ફરિયાદ નોંધાતા આરોપીઓ હાથવેંતમાં હોવાની શક્યતા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામમાં પાંચેક દિવસ પહેલા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તરખાટ મચાવી ચોરી કર્યાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેમાં એક મકાનમાંથી 38 હજારની રોકડ તેમજ અન્ય એક વ્યક્તિનું તસ્કરો બાઈક ચોરી કરી ગયાનું જાહેર કરાયું છે. જો કે, પાંચેક દિવસ પહેલાની ચોરીની ઘટનાની હવે ફરિયાદ નોંધાતા આરોપીઓ હાથવેંતમાં હોવાની શક્યતા છે.

માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામમાં ગત તા.9 ઓક્ટોબરની રાત્રીના સમયે તસ્કરોએ એકથી વધુ બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં ફરિયાદી કિશોરભાઈ અંબારામભાઈ ભોરણીયાએ તેમના મકાનમાંથી 38 હજારની રોકડની ચોરી ઉપરાંત સાહેદ ગૌતમભાઈ ભરવાડનું તસ્કરો 10 હજારનું બાઈક ચોરી ગયાનું જાહેર કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments