વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે જામસર ગામની સીમમાં આરોપી મુકેશ મનસુખભાઇ દંતેસરિયાની વાડીના શેઢે દરોડો પાડી બાવળની કાંટમાં છુપાવેલ વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 7800 તેમજ બિયરના 11 ટીન કિંમત રૂપિયા 2640 મળી કુલ રૂપિયા 10,440નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી મુકેશ હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










