મોરબી જિલ્લાના પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ વિનોદ નાથાભાઈ ડાભી તથા મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના ભાજપ આગેવાનોએ મોરબીના લોકપ્રિય ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે થયેલા નિયુક્તિને હર્ષભેર આવકારતા તેમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.
વિનોદભાઈ ડાભીએ જણાવ્યું હતું કે કાંતિલાલ અમૃતિયા હંમેશા જનતાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ રહી લોકહિતના કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. તેમની મંત્રી તરીકેની નિયુક્તિ મોરબી જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે. તેમની નિષ્ઠા, કાર્યશીલતા અને જનસંપર્કના આધારે મોરબીના વિકાસને નવી દિશા મળશે એવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી છે











