Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સિવિલ હોસ્પિટલના સ્ટાફને દિવ્યાંગોએ બનાવેલા દીવડા અર્પણ

મોરબી સિવિલ હોસ્પિટલના સ્ટાફને દિવ્યાંગોએ બનાવેલા દીવડા અર્પણ

મોરબી : સ્વદેશી અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી, માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા દિવાળીના પર્વની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ક્લબે હળવદ સ્થિત સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા હાથથી બનાવેલા દીવડાઓનું વિતરણ કરીને ‘સ્વદેશી અપનાવો’ના સૂત્રને વેગ આપી દિવ્યાંગ બાળકોની આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે તેમને રૂપિયા 13,000નું અનુદાન આપવામાં આવ્યું હતું. આ કોડિયા (દીવડા)નું મોરબી સિવિલ હોસ્પિટલના અઢીસો જેટલા સ્ટાફ કાર્યકરોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રવૃત્તિ દ્વારા ક્લબે ‘ઘરે ઘરે સેવા રૂપી જ્યોત’ ઉજાગર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વદેશી અપનાવો’ના સૂત્રને વેગવંતુ બનાવ્યું હતું. સિવિલ હોસ્પિટલના તમામ કાર્યકરોના ચહેરા ઉપર આ દીવડા મેળવીને અનેરી ખુશી જોવા મળી હતી. મોરબી શહેરમાં આ કાર્યક્રમની ખૂબ સારી નોંધ લેવાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ક્લબ દ્વારા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર પ્રદીપ દુધરેજીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ક્લબના પ્રેસિડન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ પણ કાર્યક્રમને આટલી સુંદર રીતે સફળ બનાવવા માટે તમામ મેમ્બર્સનો આભાર વ્યક્ત કરીને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments