મોરબી : પ્રતિ વર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી લોહાણા સમાજ ની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે તા. 22-10-2025ને બુધવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે લોહાણા સમાજ ના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં પધારવા મોરબી લોહાણા સમાજ ના ભાઈઓ-બહેનોને શ્રી લોહાણા મહાજન-મોરબી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.








