Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાની અગ્નિશમન શાખાએ 2 ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર પ્રિવેન્શનની તાલીમ આપી

મોરબી મનપાની અગ્નિશમન શાખાએ 2 ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર પ્રિવેન્શનની તાલીમ આપી

મોરબી : મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. 7-10-2025થી 13-10-2025 સુધીમાં 2 ઇન્ડસ્ટ્રીઝમાં 87 સ્ટાફને તથા વિશાલ સ્ટોરમાં 7 માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

વધુ પ્રિવેન્શનના ભાગરૂપે સમાજવાડી, કોમ્પલેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગોનું ફાયર સેફટી સર્ટિફિકેટનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. અગાઉ અપાયેલ નોટીસના પગલે 66 કોમ્પલેક્ષ અને 22 સમાજવાડીમાં ફાયરની સિસ્ટમ લગાવી તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ લિકમાં 06 ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતીગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાની કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments