ટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતી પરિણીતાને દારૂ પીવાની કુટેવ ધરાવતો પતિ અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હોય પરિણીતાએ ઝેરી દવા પી મોતને વ્હાલું કરતા આ ઘટનામાં મૃતક પરિણીતાના પિતાએ જમાઈ વિરુદ્ધ પોતાની દીકરીને મજબુર કરવા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા લક્ષ્મીબેન રમેશભાઈ વાઘેલા નામની પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા આ ઘટનામાં લક્ષ્મીબેનના પિતા દેવાભાઈ શંભુભાઈ ચાડમિયા ઉ.62 રહે.બેલા રંગપર વાળાએ પોતાના જમાઈ રમેશભાઈ અજમલભાઈ વાઘેલા દારૂ પીવાની કુટેવ ધરાવતા હોય તેમની દીકરીને મેણા ટોણા મારી માનસિક શારીરિક ત્રાસ આપી મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










