મોરબી : મોરબી શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાયા બાદ પણ વ્યાજંકવાદીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે બે દિવસ પૂર્વ શહેરના વીસીપરામા છ – સાત મહિનાથી વ્યાજના નાણાં નહિ ચૂકવી શકનાર યુવાન ઉપર વ્યાજખોરના મણસોએ છરી વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરતા ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામાં રહેતા અનિલ મનોજભાઈ ચૌહાણ ઉ.વ. 24 નામના યુવાને શિવમ રબારી, હીરા રબારી અને પૃથ્વીરાજ ઝાલા વિરુદ્ધ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓએ શિવમ રબારી પાસેથી વ્યાજે નાના લીધા બાદ દર મહિને નિયમિત વ્યાજ ચૂકવતો હતો. જો કે, છેલ્લા છ – સાત મહિનાથી વ્યાજના પુરા પૈસા નહિ ચૂકવી શકતા ગત તા.16ના રોજ આરોપી શિવમે આરોપી હીરા અને પૃથ્વીરાજને ઉઘરાણી માટે મોકલ્યા હતા પરંતુ ફરિયાદી અનિલભાઈ પાસે પૈસાની સગવડ ન હોવાનું કહેતા આરોપીઓએ ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકા પાટુનો માર માર્યો હતો અને બાદમાં પેટ તેમજ વાસાના ભાગે છરીના ઘા ઝીકી દઈ પતાવી દેવા ધમકી આપતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ એટ્રોસીટી એકટ, વ્યાજખોરી સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










