Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજકોટ ૧૮૧ અભયમ ટીમ દ્વારા હેલ્પલાઇન જાગૃતિથીમ પર રંગોળી દ્વારા દિવાળી ઉજવણી...

રાજકોટ ૧૮૧ અભયમ ટીમ દ્વારા હેલ્પલાઇન જાગૃતિથીમ પર રંગોળી દ્વારા દિવાળી ઉજવણી કરાઈ

રાજકોટ: ઉજાસ અને આનંદનો પર્વ દિવાળી દરેક ઘરમાં ઉજવાય છે, જ્યાં લોકો દીવા પ્રગટાવી, ફટાકડા ફોડી અને આંગણે સુંદર રંગોળી બનાવી આનંદ વ્યક્ત કરતા હોય છે. આ જ ઉજાસના પર્વને અનોખી રીતે ઉજવવા રાજકોટ શહેર રેસકોર્ષ લોકેશન ખાતે આવેલી મહિલા પોલીસ સ્ટેશનની 181 અભયમ ટીમ દ્વારા વિશિષ્ટ પહેલ હાથ ધરવામાં આવી હતી. દિવાળી પર્વના અવસરે ટીમ દ્વારા “હેલ્પલાઇન નંબર અંગે જાગૃતિ” થીમ પર આકર્ષક રંગોળી બનાવી, મહિલાઓની સુરક્ષા અને સલામતી અંગે જનજાગૃતિનો સુંદર સંદેશો પાઠવવામાં આવ્યો હતો. રંગોળી દ્વારા ટીમે 181 અભયમ હેલ્પલાઇન નંબર વિશે માહિતી આપતાં લોકો સુધી “સંકટ સમયે નિર્ભય બની મદદ મેળવવાનો સંદેશ” પહોંચાડ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments