Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનૂતન વર્ષની ઉજવણીમાં સરડવા પરિવાર દ્વારા માતાજીના ચરણોમાં વિશાળ રંગોળી

નૂતન વર્ષની ઉજવણીમાં સરડવા પરિવાર દ્વારા માતાજીના ચરણોમાં વિશાળ રંગોળી

માળિયા (મિયાણા) : પવિત્ર તહેવાર નૂતન વર્ષના શુભ અવસરે ભક્તો દ્વારા ઈશ્વરની આરાધનાની અનેરી પરંપરા જોવા મળે છે. ત્યારે મોટાભેલા ખાતે આવેલા સરડવા પરિવારના કુળદેવી શ્રી રાંદલ માતાજીના મંદિરે ભક્તિભાવ અને કલાનો અદ્ભુત સંગમ રચાયો હતો. અહીંના સરડવા પરિવારના ઉત્સાહી યુવકોની ટીમે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે માતાજીના ચરણોમાં 529 ચોરસ ફૂટ જેટલી વિશાળ અને મનમોહક રંગોળીનું નિર્માણ કરીને અનોખું ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું હતું.

સરડવા પરિવારના યુવક મંડળે આ વિશાળ રંગોળી બનાવવા માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. 23 ફૂટ લાંબી અને 23 ફૂટ પહોળી, કુલ ૫૨૯ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલી આ રંગોળી કોઈ સામાન્ય કાર્ય નહોતું. યુવકોએ માતાજી પ્રત્યેની પોતાની અખૂટ શ્રદ્ધા અને કલા પ્રત્યેના લગાવથી આખી રાત જાગીને, અવિરત મહેનત કરી આ વિરાટ કૃતિને આકાર આપ્યો હતો. રંગોના સુમેળભર્યા ઉપયોગથી તૈયાર થયેલી આ રંગોળી દ્વારા માતાજીના દિવ્ય સ્વરૂપ અને ભક્તિમય વાતાવરણ વધુ સુંદર અને અલૌકિક બની રહ્યું હતું.

નૂતન વર્ષે માતાજીના દર્શનાર્થે આવનાર ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ માટે આ રંગોળી એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. માતાજી પ્રત્યેની યુવાનોની આ અદ્ભુત ભક્તિ અને કલાત્મકતા જોઈને સૌ કોઈ પ્રભાવિત થયા હતા અને રંગોળીના વખાણ કરી યુવકોના ઉત્સાહને બિરદાવ્યો હતો. મોટાભેલાના શ્રી રાંદલ માતાજીના મંદિરે બનેલી આ ભવ્ય રંગોળીએ માત્ર મંદિરની શોભામાં વધારો જ નથી કર્યો, પરંતુ આવનારી પેઢીને ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની ભક્તિ તથા કલા પ્રત્યેના લગાવનો એક સુંદર સંદેશ પણ આપ્યો છે. સરડવા પરિવારના યુવાનોની આ મહેનત ખરેખર પ્રશંસનીય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments