મોરબી શહેરના મચ્છુ નદી પર આવેલા પાડા પુલ પરથી આશરે 3:30 વાગ્યાની આસપાસ બે લોકો નદીમાં ઝંપલાવ્યાની ઘટના સામે આવી છે
ઘટનાની જાણ થતાં જ સામાજિક કાર્યકર જગદીશભાઈ ઠાકોર સહિતના સ્થાનિકો અને ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને નદીમાં ઝંપલાવનારની શોધખોળ શરૂ કરી હતી. આ બનાવના પગલે બેઠો પુલ તેમજ ઉપરના બંને પુલ પર લોકોના ટોળા એકઠા થવાથી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા નદીમાં રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.












