મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીક આવેલ નિલકોર બાર્થ સિરામિક પાછળ કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાથી કરીબેન લાખાભાઈ ભરવાડિયા ઉ.વ.26 નામની યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










