Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના જનસંપર્ક કાર્યાલય ખાતે "મન કી બાત કાર્યક્રમ" નિહાળ્યો

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના જનસંપર્ક કાર્યાલય ખાતે “મન કી બાત કાર્યક્રમ” નિહાળ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રવિવારે 26મી ઓક્ટોબર ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમના 127માં એપિસોડમાં દેશ અને વિદેશના લોકો સાથે વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા. તેમણે તહેવારોની સિઝનમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં થયેલા જંગી વધારા અને સ્વચ્છતાની પહેલની પ્રશંસા કરી હતી.

ત્યારે આજે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના જનસંપર્ક કાર્યાલય ખાતે મન કી બાત કાર્યક્રમનો 127મો એપિસોડ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, મહાવીરસિંહ જાડેજા, દામોદરભાઈ પટેલ સહિતનાઓએ કાર્યાલય નિહાળ્યો હતો.

આ તકે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાનને આ દિવાળીના તહેવાર પર્વે અદભૂત પ્રતિસાદ મળ્યો છે. લોકોએ આ દિવાળી પર્વ બજારોમાં સ્વદેશી ખરીદી માટે જબરદસ્ત ભીડ પણ જોવા મળી હતી. સાથે જ GST બચત મહોત્સવને લઈ લોકો ખૂબ જ ઉત્સાહિત છે. મોદી સાહેબના પ્રેરક શબ્દો દરેક નાગરિકને રાષ્ટ્રસેવા, સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને વિકાસના માર્ગે આગળ વધવા માટે પ્રેરિત કરે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments