Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મચ્છુ નદીમાંથી મહિલાની લાશ તરતી મળી આવી

મોરબીમાં મચ્છુ નદીમાંથી મહિલાની લાશ તરતી મળી આવી

મોરબી : મોરબીમાં મચ્છુ નદીમાંથી આજે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં લીલાપર રોડ ઉપર સ્મશાન પાછળ રામઘાટ પાસે મચ્છુ નદીમાં આજે અંદાજે 60 વર્ષની મહિલાની ડેડબોડી તરી રહી હતી. સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણીયા,રાજુભાઈ દવે,મુન્ના ભાઈ એ આ મામલે તુરંત જ ફાયર સહિતના વિભાગોને જાણ કરી હતી. જેને પગલે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments