મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ સેગા સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની લખનભાઈ પ્રતાપભાઈ રાવત ઉ.22 નામનો યુવક ગત તા.20ના રોજ લેબર કોલોનીમાં બીજા માળે પાળીએ બેઠો હતો ત્યારે અકસ્માતે પડી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










