Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બેલા ગામમાં મશ્કરીથી શરૂ થયેલો ઝઘડો હિંસામાં ફેરવાયો: યુવક અને માતા...

મોરબીના બેલા ગામમાં મશ્કરીથી શરૂ થયેલો ઝઘડો હિંસામાં ફેરવાયો: યુવક અને માતા પર હુમલો

મોરબી તાલુકાના બેલા ગામમાં એક યુવક સાથે થયેલી મશ્કરી ઝઘડામાં પરિવારી ઝપાઝપી સુધી મામલો વકરી ગયો હતો. યુવકને લાકડી અને પથ્થર વડે માર મારવામાં આવ્યો હતો, તેમજ વચ્ચે છોડાવવા પડેલી તેની માતાને પણ ધક્કો મારી પાડી દેવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

વિગતો મુજબ, બેલા ગામના રહેવાસી મેહુલભાઈ જયેશભાઈ આચાર્યએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તા. 26ની રાત્રે તેઓ પોતાના ઘર પાસે મિત્ર સાહિલ સાથે બેઠા હતા ત્યારે આરોપી વિવેક માધાભાઈ રબારી સાહિલને ગાળો આપી મશ્કરી કરતો હતો. મેહુલભાઈએ તેને ગાળો બોલવાનું રોકતા વિવેક ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ વિવેક સાથે જેમલ જીવણભાઈ રબારી, જગદીશ જીવણભાઈ રબારી અને નવઘણ ખોડાભાઈ રબારીએ મળી મેહુલભાઈ પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં આરોપીઓએ લાકડી અને છૂટા પથ્થર વડે ઇજા પહોંચાડી હતી. દરમિયાન વચ્ચે છોડાવવા આવેલી મેહુલભાઈની માતા કનકબેનને પણ આરોપીઓએ ધક્કો મારી પાડી દીધી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments