Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી-નવલખી રોડ પર કારચાલકે બાઈક સવાર યુવકને હડફેટે લેતા મોત

મોરબી-નવલખી રોડ પર કારચાલકે બાઈક સવાર યુવકને હડફેટે લેતા મોત

મોરબી-નવલખી રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક જીઈબી ઓફિસ સામે ગત તા. 19ના રોજ રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જીજે-01-કેકયું-1017 નંબરની આઈ-ટ્વેન્ટી કારના ચાલકે બેફિકરાઈથી અને પુરપાટ ઝડપે કાર હાંકતાં સામે જઈ રહેલા બાઈકસવારને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં જીજે-12-એએચ-4842 નંબરની બાઈક ચલાવતા ઇરફાન ફારૂકભાઈ સામતાણી (ઉંમર 17, રહે. વીસીપરા, મોરબી) ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન ઇરફાનનું દુઃખદ અવસાન નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા ફારૂકભાઈ ઇસ્માઇલભાઈ સામતાણીએ મોરબી તાલુકા પોલીસ મથકે કારચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન હાંકવાના ગુનાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments