મોરબી જિલ્લામાં ગઈકાલે બપોર બાદથી કમોસમી વરસાદનો કહેર શરૂ થયો હતો, જે રાત્રિ સુધી અવિરત રહ્યો હતો. મોડી રાત્રે પણ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે ઠંડીમાં વધારો અને વાતાવરણમાં ભેજ જોવા મળ્યો હતો.
સરકારી ચોપડાઓ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ વરસાદ મોરબી શહેરમાં નોંધાયો છે, જ્યાં લગભગ 50 મીમી (બે ઇંચ) વરસાદ પડ્યો હતો. ટંકારામાં 36 મીમી (દોઢ ઇંચ) વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાઓની વાત કરીએ તો માળિયા ખાતે 9 મીમી, વાંકાનેરમાં 10 મીમી, અને હળવદમાં 4 મીમી વરસાદ નોંધાયો છે.











