મોરબી શહેરમાં પોલીસે જુગારધારાની કાર્યવાહી હાથ ધરી બે શખ્સોને તીનપત્તી રમતા ઝડપી લીધા હતા. શહેરની ત્રાજપર ચોકડી નજીક આવેલી માનવંતી ઇલેક્ટ્રિક દુકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી.
દરોડા દરમિયાન પોલીસે હસમુખભાઈ બચુભાઇ અત્રેશા (રહે. ત્રાજપર) અને લખમણભાઈ મેરુભાઇ ગોલતર (રહે. ત્રાજપર ચોરા, મોરબી)ને તીનપત્તીનો જુગાર રમતા ઝડપ્યા હતા. પોલીસએ સ્થળ પરથી રોકડા રૂપિયા રૂ.2,200 કબ્જે કર્યા હતા. બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.










