મયુર રાવલ હળવદ
હળવદમાં જાણે બીજી દિવાળી સંત શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે
સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા મહાઆરતી મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન
હળવદ લોહાણા મહાજન વાડી ખાતે સંત જલારામ બાપાની જન્મ જયંતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત લોહાણા સમાજ દ્વારા તા.૨૯ના રોજ ઉજવાશે જેમાં બપોરે ૩ કલાકે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળશે,ભકતો દ્વારા જલારામ બાપાની આરતી, અન્નકુટ અને ત્યાર બાદ લોહાણા મહાજન વાડી ખાતે સાંજે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રસંગની અનુરૂપ જલારામ બાપાની ઝાંખી કરાવતા ભજનો અને કિર્તનની રમઝટ બોલાવવામાં આવાશે. હળવદ રઘુવંશી મહિલા મંડળ,રધુવીર યુવુક મંડળ, સમસ્ત લોહાણા મહાજન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,પ્રસાદમાં વિરપુર મંદિરના નિયમ મુજબ જ બુંદી, ગાંઠીયા, કઢી, ખીચડી, બટેટાનું શાકનું મહાપ્રસાદ પીરસવામાં આવે છે.
સંત શ્રી જલારામબાપાની જન્મ ઈતા. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભકત હતા.
ભકતજનો પૂજ્ય જલારામબાપામાં અતૂટ શ્રદ્ધા અતૂટ વિશ્વાસ ધરાવતા શ્રધ્ધાળુઓ જલારામ બાપાની જય તેમજ જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા.
હળવદ માં પૂજય જલારામ બાપાની જયંતિ એટલે જાણે બીજી દિવાળી હોય તેમ મુખ્ય રસ્તાઓ પર પૂજ્ય જલારામ બાપાના બેનરો લગાવા આવ્યા છે,પૂજ્ય જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતી ધામધુમપુર્વક ઉજવાશે, શોભાયાત્રા નીકળશે,પૂજ્ય જલાબાપાની મહા આરતી, બાદમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.લોહાણા મહાજન વાડી ખાતે પરમ પૂજ્ય જલારામ બાપા ની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.









