મોરબી : સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિતે મોરબી મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા. 31-10-2025ને ગુરુવારના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સવારે 9 કલાકે નવા બસ સ્ટેન્ડ સામે સ્થિત સરદાર પટેલજીની પ્રતિમાને ફૂલહાર માળા અર્પણ કાર્યક્રમ યોજાશે. તે બાદ શક્તિ ચોક ખાતે 9.30 કલાકે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં મોરબી શહેરની તમામ શાળાઓના ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. દરેક શાળામાંથી 4 વિદ્યાર્થીઓની એક ટીમ ભાગ લઈ શકે છે.
સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને રૂ. 2500ની વિજેતા રકમ પુરસ્કારરૂપે આપવામાં આવશે. મહત્વનું છે કે, ભારતના એકતા અને અખંડિતતાના પ્રતીક, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અવિસ્મરણીય યોગદાનને યાદ કરવા અને તેમના વિચારોને યુવાનો સુધી પહોંચાડવા હેતુસર આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રસ ધરાવતી શાળાઓએ સ્પર્ધામાં નોંધણી માટે મોરબી મહાનગરપાલિકાની રમતગમત શાખાના ફોન નં. 7778804568 પર સંપર્ક કરવો રહેશે.











