મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્ય દ્વારા તા. 2-11-2025 ને રવિવારના રોજ સંસ્કારધામ બ્લડ બેંક, જી.આઈ. ડિ.સી મેઈન રોડ,મોરબી ખાતે સવારે 9 થી બપોરે 1:30 કલાક દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા પણ તા. 1-11-2025ને શનિવારના રોજ લુહાણા મહાજન વાડી ખાતે સવારે 9 કલાકથી બપોરે 1:30 કલાક સુધી રક્તદાન શિવિર તથા જાહેર જનતાની સેવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બપોરે 12:30 કલાકે સ્વરૂચિ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં રક્તદાન કરી આ કાર્યક્રમમાં સહભાગી થવા વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. મહત્વનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે શ્રી રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પ્રથમ કારસેવામાં તત્કાલ સરકાર દ્વારા ગોળીબાર કરી કારસેવકોની નિર્મમ હત્યા કરવામાં આવી આ હત્યાકાંડમાં બલિદાન થયેલ તમામ હુતાત્માઓની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.










